RBI વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે, 2026માં લોન વધુ સસ્તી થવાની અપેક્ષા

RBI વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે, 2026માં લોન વધુ સસ્તી થવાની અપેક્ષા

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) વર્ષ 2026માં વ્યાજ દરોમાં 0.50% (50 બેસિસ પોઈન્ટ્સ)નો ઘટાડો કરી શકે છે. IIFL કેપિટલના એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2025માં વ્યાજ દરોમાં કુલ 1.25%નો ઘટાડો કર્યા પછી પણ કેન્દ્રીય બેંક પાસે રેટ કટ માટે જગ્યા બાકી છે. જો આવું થાય છે, તો હોમ અને ઓટો લોનની EMIમાં વધુ ઘટાડો થશે, જેનાથી સામાન્ય માણસના ખિસ્સાને મોટી રાહત મળશે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં રેપો રેટ અને કોર ઇન્ફ્લેશન (મૂળભૂત મોંઘવારી) વચ્ચેનો તફાવત લગભગ 2.8% છે. છેલ્લા 7 વર્ષની સરેરાશ જોઈએ તો આ તફાવત 1.1%ની આસપાસ રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે મોંઘવારી નિયંત્રણમાં હોવા અને આ મોટા તફાવતને કારણે RBI પાસે રેટ ઘટાડવા માટે પૂરતા તકનીકી કારણો ઉપલબ્ધ છે.

2025માં 1.25% ઘટ્યો વ્યાજ દર

ગયા વર્ષે એટલે કે 2025માં રિઝર્વ બેંકે વૃદ્ધિને વેગ આપવા માટે વ્યાજ દરોમાં કુલ 125 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 1.25%નો ઘટાડો કર્યો હતો. વર્ષના છેલ્લા મહિના ડિસેમ્બરમાં પણ વ્યાજ દર 0.25% ઘટાડવામાં આવ્યો હતો, જેનાથી રેપો રેટ ઘટીને 5.25% પર આવી ગયો. હવે 2026માં તે 5%થી નીચે અથવા તેની નજીક જવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાન્ય માણસ પર શું અસર થશે?

જો RBI વર્ષ 2026માં 0.50%નો વધુ ઘટાડો કરે છે, તો બેંકો પર લેન્ડિંગ રેટ ઘટાડવાનું દબાણ વધશે. તેનો સીધો ફાયદો નવા અને જૂના બંને પ્રકારના લોન ગ્રાહકોને મળશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow