વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી ‘મેરા દેશ પહલે’ની પ્રસ્તુતિએ ગુજરાતમાં જગાવી નવા ભારતની ભાવના

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આકાર લઇ રહેલા નવા ભારતના રૂપાંતરણની રોમાંચક કહાની ‘મેરા દેશ પહલે’નો ગુજરાતમાં સૌપ્રથમ ભવ્ય શો શુક્રવારે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં યોજાયો હતો.

શ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગર જ્યાંથી તેમની પ્રેરણાદાયી જીવનયાત્રા શરૂ થઈ અને હવે દેશના વડાપ્રધાન તરીકે તેમણે ભારતને વિશ્વ ગૌરવ અપાવ્યું ત્યાં સુધીની સમગ્ર રોમાંચક સફર તથા રાષ્ટ્રને સમર્પિત તેમના જીવનની વણકહી બાજુઓની પ્રસ્તુતિ માત્ર સાંસ્કૃતિક પ્રસ્તુતિ જ નહિ, રાષ્ટ્રીય જનચેતનાના આંદોલનને પ્રેક્ષકોની નજર સમક્ષ તાદૃશ કરનારી બની રહી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ ઉદ્યોગ વ્યાપાર જગતના અગ્રણીઓ સર્વશ્રી પંકજ પટેલ, પ્રણવ અદાણી, ટોરેન્ટ પરિવાર, એસોચેમના શ્રી ચિંતન ઠાકર સહિત અનેક ગણમાન્ય અગ્રણીઓ, ઉદ્યોગ-વ્યાપારકારો અને મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી સહિતના વરિષ્ઠ સચિવો અને ઉચ્ચ અધિકારીઓએ આ મંચન માણ્યું હતું.

શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરની શાળાના સાહસિક વિદ્યાર્થી તરીકે શરૂ થયેલી સફર સોમનાથ-અયોધ્યા રથયાત્રા, કાશ્મીર સુધીની એકતાયાત્રા અને અલગાવવાદીઓની ધમકીનો પડકાર ઝિલી લઈને શ્રીનગરના લાલચોકમાં તિરંગો લહેરાવવા તેમજ વડાપ્રધાનશ્રી તરીકે દેશની સેનાને તેમણે આપેલા માર્ગદર્શનથી ઓપરેશન સિંદૂરની શૌર્યગાથા, રામ મંદિર નિર્માણનો સંકલ્પ સાકાર થવા સહિતના સમગ્ર ઘટનાક્રમનું દ્રશ્ય-શ્રાવ્ય અને સંગીતમય મંચન સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

લેખક, નિર્માતા અને પ્રસ્તુતકર્તા મનોજ મુંતશિરના રસાળ અને સચોટ સંચાલન સાથે પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત 200થી વધુ કલાકારોએ ગિફ્ટ સિટી પરિસરને રાષ્ટ્રભક્તિમય બનાવી દીધું હતું.

વિશાળ સંખ્યામાં આ શૉને નિહાળવા ઉમટી પડેલી યુવાશક્તિ અને સમાજ જીવનના અગ્રણીઓની ઉપસ્થિતિએ પુરવાર કર્યુ છે કે, ‘મેરા દેશ પહલે’ એ માત્ર કોઈ સામાન્ય શૉ નહિં, પરંતુ નવી પેઢીની વિચારધારાનું પ્રતીક બની ગયો છે.

‘મેરા દેશ પહલે’ - ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ શ્રી નરેન્દ્ર મોદીની દેશભરમાં થઈ રહેલી આ પ્રસ્તુતિ એ વાતનું પ્રમાણ છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ‘નેશન ફર્સ્ટ’ની ભાવના હવે ઐતિહાસિક સાંસ્કૃતિક આંદોલન બની ગઈ છે તેમાં વડાપ્રધાનશ્રીની વતનભૂમિ ગુજરાતના યુવાઓ સહિત સૌ કોઈ ઉત્સાહથી જોડાઈ રહ્યાં છે.

Read more

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા રાવણના પૂતળાનુ દહન કરાયું

રાજકોટનાં રેસકોર્સ મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લાં 29 વર્ષથી રાવણ દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે પરંપરા આ વર્ષે પણ આગળ

By Gujaratnow
ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

ગુજરાતના સૌથી ઊંચા 70 ફૂટના રાવણનું દહન

નવરાત્રિ પર્વની પુર્ણાહુતી સાથે ગુરુવારે સમગ્ર ગુજરાતમાં અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃ

By Gujaratnow
મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડતાં 11નાં મોત

મધ્યપ્રદેશના ખંડવામાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન એક ટ્રેક્ટર-ટ્રોલી તળાવમાં પડી ગઈ. આ અકસ્માતમાં આઠ છોકરીઓ સહિત 11 લોકોનાં મોત થયા. લગભગ 30થી

By Gujaratnow
મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન

મસ્ક ₹44 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વના પ્રથમ બિઝનેસમેન

ટેસ્લાના માલિક ઈલોન મસ્ક 500 બિલિયન ડોલરના આંકડે પહોંચનારા વિશ્વના પ્રથમ બિઝનેસમેન બન્યા છે. ફોર્બ્સની રીઅલ-ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટ

By Gujaratnow